Site icon Revoi.in

જામનગરમાં પ્રસાદ આરોગ્યા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ

Social Share

જામનગરહાપા વિસ્તારમાં એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ગુરૂવારની રાતે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 જેટલા માસુમોને ઝાડા-ઉલટી થતા ચકચાર મચી ગઈ હતી.

અસરગ્ર્સ્ત બાળકોને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક સાથે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરતા હોસ્પિટલમાં પરિવારજનોનો જમાવડો જોવા મળ્યો હતો.

ખાસ કરીને પીડિયાટ્રીક વોર્ડમાં મોટી સંખ્યામાં પરીવારોના બાળકોને દાખલ કરાતા બેડ પણ ઓછા પડ્યા હતાં. જેના પગલે લોકોએ પોતાના બાળકોને જમીન તળે સારવાર લેવાની ફરજ પડી હતી.

ઘટનાની જાણ થતાં જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષ બાંભણિયા તથા કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા સહિત મોટી સંખ્યમાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, હાપા વિસ્તારમાં આવેલ એલગન સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભોજન સમારંભના ભાગ રૂપે બટેટા સાથે ભાતની પ્રસાદી રાખવામાં આવી હતી અને આ પ્રસાદી આરોગ્ય બાદ 30 ઉપરાંત બાળકો સહીત 100થી વધુને અસર થતાં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમયસર સારવાર મળતા તબીબોએ પરિવારજનોને ભયમુક્ત કર્યા હતા.

હાપા વિસ્તારમાં આવેલ એલગન સોસાયટીમાં ફૂડ પોઇઝનિંગ, ગણેશ પંડાલમાં રાખવામાં આવ્યો હતો ભોજન સમારંભ, 30 ઉપરાંત બાળકો સહીત 100થી વધુને અસર, તમામે બટેટા સાથે ભાત આરોગ્ય બાદ વિપરીત અસર , જીજી હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અસરગ્રસ્તોથી ઉભરાયો, ઝાડા-ઉલ્ટી થતા તબીબોએ તાત્કાલિક સારવાર આપી મોટાભાગના દર્દીઓને ભય મુક્ત કર્યા, છેલ્લે મળતી માહિતી અનુસાર આજે બપોર સુધીમાં 48 બાળકોને જીજી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

બીજી તરફ ઘટના અંગે આરોગ્ય વિભાગે પણ સક્રિયતા દાખવી છે અને એલિગન સોસાયટીમાં આવીને ફૂડ શાખાની ટીમે પાણી, ભાત અને છાસના નમુના લીધા હતાં અને આ નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.