Site icon Revoi.in

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ, બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો

Social Share

દિલ્હી- તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકા અર્જબન ખડગે પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છએ કે તેમણ ેથોડા દિવસ અગાઉ બજરંગ ગળ પર વિવાદીત નિવેદન આપ્યું હતું.

કોગ્રેસના નેતા સામે અરજી કરનાર હિતેશે કહ્યું કે ખડગેએ એક રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો બજરંગ દળ અથવા અન્ય રાષ્ટ્ર વિરોધી સંગઠનો જે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તેના વિરોધમાં હિતેશ ભારદ્વાજે સંગરુર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બજરંગ દળ પર નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં ફસાયા છે. ખડગેને બજરંગ દળના માનહાનિ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. સંગરુર જિલ્લા કોર્ટના સિવિલ જજરમનદીપ કૌરે 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં ખડગેને સમન્સ જારી કર્યા છે.

વિગત પ્રમાણે હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે સંગરુર કોર્ટમાં મલ્લિકાર્જુન ખડગે સામે માનહાનિનો કેસ દાખ કર્યો હતો તેમણે કુલ 100 કરોડ રૂપિયાની માનહાનિની ​​અરજી દાખલ કરી છે.

આ સહીત તેમણે કોંગ્રેસના નેતા પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી ને ખઓટૂ કામ કર્યું છે જે બદનક્ષી ગુનો બને છે આ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.