1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 157 નગરપાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે રૂપિયા 100 કરોડ ફાળવાશે
ગુજરાતમાં 157  નગરપાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે  રૂપિયા 100 કરોડ ફાળવાશે

ગુજરાતમાં 157 નગરપાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે રૂપિયા 100 કરોડ ફાળવાશે

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.

100 કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડ પ્રમાણે 22 કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.

નગરપાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં 100 કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારી કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.

ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદને લીધે શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ત્યારે નગરપાલિકાઓને પોતાના વિસ્તારોમાં રોડ-રસ્તાઓને મરામત કરાવવા રાજ્ય સરકારે ફાળવેલા નાણા ઉપયોગી બનશે. અને રોડ મરામતની કામો હાથ પર લેવાશે, એટલે દિવાળી સુધીમાં રોડ મરામતના કામો શરૂ કરી શકાશે. નાની નગરપાલિકાઓમાં ભંડોળ મર્યાદિત હોવાને લીધે વિકાસના કામો માટે મુશ્કેલી ઊભી થતી હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code