- ભારતને મદદ કરનારા દેશોમાં પોલેન્ડ પણ શામેલ
- પોલેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર ભારત પહોંચ્યા
- ભારતીય વિદેશ મંત્રાલયે આભાર માન્યો
દિલ્લી: કોરોના જેવા સંકટ સમયમાં ભારતે જે રીતે વિશ્વના દેશોને વેક્સિન મોકલી હતી તેના ભાગરૂપે આજે વિશ્વ પણ ભારતની મદદે આવ્યુ છે. આ વખતે યુરોપના પોલેન્ડ દેશ દ્વારા ભારતને 100 ઓક્સિજન કંસન્ટ્રેટર સપ્લાય કરવામાં આવ્યા છે.
ભારતમાં જે રીતે કોરોનાવાયરસની બીજી લહેર આવી છે તેમાં લોકોને ઓક્સિજનની સૌથી વધારે જરૂર પડી રહી છે. વિશ્વના મોટા ભાગના દેશો હાલ ભારતને ઓક્સિજન તથા અન્ય મેડિરલ સામગ્રી મોકલી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના અરિંદમ બાગચીએ પોલેન્ડની આ મદદ માટે પોલેન્ડનો આભાર વ્યક્ત કર્યો છે.
જો કે વિશ્વના કેટલાક મોટા નેતાઓ દ્વારા તે પણ મહામારી સામે આપડે હજુ પણ વધારે આક્રમક રીતે લડવુ પડશે. ફ્રાન્સના વિદેશ મંત્રી દ્વારા તો તે પણ કહેવામાં આવ્યું છે કે જો કોરોનાવાયરસની વેક્સિનનું ઉત્પાદન વધારવામાં નહી આવે તો આ મહામારી વર્ષ 2024 સુધી જશે નહી.