અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અપાયેલી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો. જેનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં વર્ષ-2023માં આ યોજના હેઠળ કુલ 42 અરજીઓ આવી છે. તે પૈકી 100 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે પેટે કુલ રૂ.21 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 6178 અરજીઓ મંજૂર કરી રૂ. 743.76 લાખની સહાય ચૂકવાઈ છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 11,985 લાભાર્થીઓને રૂપિયા 1190.77 લાખની સહાય ચૂકવાઇ.