1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે
અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે

અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં એપ્રિલમાં ગરમીનો પારે 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. તાપમાનમાં વધારો થતાં જ શહેરમાં બપોરના ટાણે રોડ-રસ્તાઓ પરના ટ્રાફિકમાં ઘટાડો થયો હોય છે. અસહ્ય ગરમીને કારણે કામ વિના લોકો ઘરની બહાર નિકળતા નથી, પરંતુ રોડ પરના ચાર રસ્તાઓ પર બપોરના ટાણે જ્યારે સિગ્નલો બંધ હોય ઊભા રહેવાને લીધે દ્વીચક્રી વાહનચાલકો અસહ્ય ગરમીમાં શેકાય જતાં હોય છે. આથી બપોરના ટાણે શહેરમાં 100 જેટલા સિગ્નલો બંધ કરીને ટ્રાફિક અવિરત ચાલુ રહે તેવું આયોજન કરાયું છે.

અમદાવાદ શહેરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.  ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે સારો નિર્ણય કર્યો છે. શહેરના 100 જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે ચાર રસ્તા પર માત્ર યલો લાઈટ બ્લિંક કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ હાલતમાં છે.તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12-4 વાગ્યા સુધી બ્લિકર મુકવામાં આવશે.આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે. જેથી ટ્રાફિકનુ નિયમન પણ થઈ શકે.આ સિવાય મ્યુનિ. કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.

ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં આગામી મહિનાઓમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર ટ્રાફિક નિયંત્રણ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે. પેટ્રોલ પણ બચશે અને ગરમી વચ્ચે કે કોઈ પણ સમયે વધુ સમય વાહનચાલકોએ ઉભા રહેવુ નહી પડે.  શહેરનો વિસ્તાર અને વસ્તી બને સતત વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે જટિલ બનતી જઈ રહી છે. તેવામાં આ સિસ્ટમ લોકોને મદદરૂપ બની રહેશે, કોર્પોરેશનના ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેના ભાગ રૂપે શહેરમાં 30 ટ્રાફિક જંકશનના સર્વે અને ડિઝાઈન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. તેમજ 19 જંકશનની ડિઝાઈન તૈયાર પણ થઈ ગઈ છે. અને તેમા પણ 9 જંકશન પર ડિમાર્કેશનની કામગીરી થઈ ગઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code