ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના કામો તો કરવામાં આવે છે પણ તેના લીધે પર્યાવરણનો નાસ થઈ રહ્યો છે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટથી પાટનગરના એક હજારથી વધુ વૃક્ષોનું છેદન થશે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતા 1000 જેટલા લીલાછમ ઘટાટોપ વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે.પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત ભોંય ભેગા થઈ જશે તે વાત નિશ્ચિત છે.
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની એલાઈન્મેન્ટમાં આવતા એક હજાર વૃક્ષો હટાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની બાકી હોવાના કારણે એક સપ્તાહમાં આ મંજૂરી આવ્યા બાદ તુરત જ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટને 2022 સુધીમાં કાર્યરત કરવાનું રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે તેના ભાગપે યુદ્ધના ધોરણે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર અમદાવાદ મેટ્રો પ્રોજેકટ પ્રોજેકટ છે હાલ અંગેની પ્રાથમિક કામગીરી શ થઈ છે જેના ભાગરૂપે એલાઈમેન્ટ માં આવતા એક હજારથી વધુ વૃક્ષો કાપવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. એક બાજુ ગાંધીનગરમાં વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને બીજી બાજુ મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાના થવાના મામલે પર્યાવરણવાદીઓ મેદાને પડવા સક્રિય બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા નિર્માણ વખતે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળે તેમ હતું વૃક્ષોને બચાવવા ગાંધીનગર વાસીઓએ વૃક્ષોને રાખડી બાંધીને બચાવવાનો પ્રયાસ કર્યેા હતો જેને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં કપાતા વૃક્ષોને ધ્યાનમાં રાખીને વિધાનસભા પછી આવતો અને જ – માર્ગને જોડતો પ્રોજેકટ પડતો મૂકયો હતો