- દેશમાં કોરોનાનો ફેલાતો કહેર
- છેલ્લા 24 કલાકમાં 10,093 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસો 55 હજાર આસપાસ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રોજેરોજ નોંધાતા કેસો હવે 10 હજારને પાર પહોચ્યા છે ,છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસના આંકડાઓ ચોંકાવનારા આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની સંક્યા 10 હજારને પાર નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 93 નવા કેસો નોંધાયા છે. તે જ સમયે વિતેલા દિવસે નોંધાયેલા કેસોની સરખામણીમાં આજના કેસમાં થોડો ઘટાડો નોંધાય છે. શનિવારે 10 હજાર 753 કેસ નોંધાયા હતા.
આ સાથે જ જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો હવે સક્રિય કેસો 57 હજારને પાર જોવા મળે છે હાલ સક્રિય કેસોની સંખ્યા 57 હજાર 542 છે, જે કુલ કેસના 0.13 ટકા જોવા મળે છે.24 કલાક દરમિયાન કોરોનાથી 23 લોકોના મોત પણ થયા છએ આ સહીત કોરોનાનો મૃત્યુઆંક 1.19 ટકા નોંધાયો છે.
આ સાથે જ જો દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6 હજાર 248 દર્દીઓએ કોકોરાને માત આપી અને સ્વસ્થ થયા છે, દેશમાં સાજાથવાનો દર એટલે કે રિકવરી રેટ હાલમાં 98.68 ટકા જોવા મળે છે.