Site icon Revoi.in

‘મન કી બાકત કારર્યક્રમનો 100 મો એપિસોડ’, આ માત્ર કાર્યક્રમ જ નહી લોકોની આસ્થા છે એક પર્વ છે , પીએમ મોદી

Social Share

દિલ્હીઃ પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમ 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે માત્રે દેશમાં જ નહી વિદેશમાં પણ તેની ગૂંજ સંભળાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ આ કાર્યક્રમનો શ્રેય દેશના તમામ લોકોને આપ્યો હતો આ કાર્યક્રમને એક ખાસ પર્વ ગણાવ્યો અને કહ્યું કે આ લોકોની આસ્થા છે.

આજનો આ એપિસોડ ખૂબ જ ખાસ રહ્યો છે કારણ કે આજે આ 100મો એપિસોડ છે બીજેપી દ્રારા તેને ખાસ બનાવાયો છે,દેશના ગામડાઓથી લઈને અનેક શહેરોમાં તે પ્રસારિત કરવામાં આવ્યો છે અનેક લોકો આ કાર્યક્રમ થકી પીએમ મોદી સાથે જડોયા છે.ભાજપનો  ઉદ્દેશ્ય મન કી બાત કાર્યક્રમને વધુમાં વધુ સાંભળવાનો રેકોર્ડ બનાવવાનો છે. લગભગ 1000 લોકો સાથે બીજેપીના તમામ સાંસદો કાર્યક્રમ સાંભળ્યો હતો

પીએમ મોદીએ દેશને સંભોદતા સૌ પ્રથમ સેલ્ફી વિથ ડોટર ઝુંબેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે દેશથી વિદેશમાં ઘણું ચાલ્યું. તે સેલ્ફીનો મુદ્દો નહોતો, તે દીકરીઓ સાથે સંબંધિત હતો જેમાં લોકોએ ભવ્ય રીતે જોડાયા હતા.તેમણે કહ્યું કે  હું આ કાર્યક્રમમાં ઘણી વખત એટલો ભાવુક બની ગયો છું કે તેને ફરીથી રેકોર્ડ કરવો પડ્યો. આ પ્રવાસ મારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે.

તેમણે એમ પણ કહ્યું, ‘મન કી બાત’ સાથે જોડાયેલો વિષય જન આંદોલન બની ગયો અને તમે લોકોએ તેને જન આંદોલન બનાવ્યો . જ્યારે મેં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ‘મન કી બાત’ શેર કરી ત્યારે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. ‘મન કી બાત’ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવું  છે.

તેમણએ એમ પણ કહ્યું કે ‘મન કી બાત મને ક્યારેય તમારાથી દૂર થવા દેતી નથી. મને યાદ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ત્યાં સામાન્ય લોકોને મળવું સ્વાભાવિક હતું, પરંતુ 2014માં દિલ્હી આવ્યા પછી મને જાણવા મળ્યું કે અહીંનું જીવન ખૂબ જ અલગ છે. પચાસ વર્ષ પહેલાં, મેં મારું ઘર છોડ્યું ન હતું કારણ કે એક દિવસ મારા પોતાના દેશના લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બનશે. જે દેશવાસીઓ મારું સર્વસ્વ છે.