મહારાષ્ટ્રના સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ ઉપર 1025 વડના વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
મુંબઈઃ દેશમાં પરિવહનની સુવિધામાં વધારો થાય તે માટે માર્ગો પહોળા કરવાની સાથે સાથે નવા માર્ગોનું પણ સતત નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ કામગીરીમાં અનેક વૃક્ષો કાપવામાં આવે છે. જો કે, પર્યાવરણનું જતન કરવા માટે સરકાર વૃક્ષા રોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમજ રોડ નિર્માણની કામગીરીમાં વૃક્ષો કાપવાને તેના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ ઉપર એ-બે નહીં પરંતુ એક હજારથી વધારે વડના વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જે પૈકી 870 જેટલા વૃક્ષો હાલ પણ સુરક્ષિત છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં માહિતી આપી છે કે ફેબ્રુઆરી અને માર્ચ 2022 માં, એક પ્રોજેક્ટ હેઠળ, અમે NH 965G ના બારામતી-ઈન્દાપુર સેક્શન પર મહારાષ્ટ્રમાં સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ પર વડના વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતા. આ દરમિયાન, અમે રસ્તાના કિનારે 1,025 વડના વૃક્ષોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
તેમણે કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વૃક્ષોમાંથી 870 વૃક્ષો સુરક્ષિત છે, જે કુલ સંખ્યાના 85% છે. ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વૃક્ષો સ્વસ્થ અને વિકાસશીલ છે. આનાથી માત્ર પર્યાવરણને જાળવવામાં મદદ મળી નથી પરંતુ મુસાફરોને આનંદદાયક દૃશ્ય પણ મળે છે.
ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે વૃક્ષોરોપણનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ક્રોંકિટના જંગલ વચ્ચે હવે વહીવટી તંત્ર દ્વારા જાપાની પદ્ધતિથી વન ઉભા કરવામાં આવશે.