દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,725 નવા કેસ નોંધાયા- નવા નોંધાતા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ
- છેલ્લા 24 કલાકમાં 10,725 નવા કેસ નોંધાયા
- સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે, છેલ્લા થોડા દિવસ બાદ ફરી કોરોનાના કેસો 10 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કોરોનાના કેસનો આંકડો 11 હજારની નજીક પહોંચેલો જોવા મળી રહ્યો છે. આ સાથે જ બીજી તરફ કોરોનાના દર્દીઓની સાજા થનારાની સંખ્યા પણ વધી છે જેથી સક્રિય કેસો ઘટતા જોવા મળી રહ્યા છે.
દેશમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન 10 હજાર 725 નવા કેસ નોંધાયા છે,જો દેશમાં હાલ સક્રિય કેસો વિશે માહિતી મેળવીએ તો હાલકોરોનાના સક્રિય કેસની સંખ્યા એક લાખથી પણ ઓછી છે, હાલ દેશમાં 94 હજાર 47 એક્છેટચિવ કેસો જોવા મળે છે આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 36 લોકોના મોત થયા છે.
આ સાથે જ જો સાજા થનારા દર્છેદીઓની વાત કરવામાં આવે તો આ દર્લ્લાદીઓનો આકંડો નવા નોંધાયેલા કેસથી વધુ જોઈ શકાય છે કારણ કે 24 કલાકમાં 13 હજાર 84 લોકો કોરોનાથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં 23,50,665 રસીકરણ કરવામાં આવ્યું હતું, અત્યાર સુધીમાં કુલ 2,10,82,34,347 રસીકરણ કરવામાં આવ્યું છે.દેશમાં જો સૌથી વધુ નોંધાતા કોરોનાના કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્ર મોખરે જોવા મળે છે આ પહેલા દિલ્હીમાં વધુ કેસ નોંધાતા હતા, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2 હજાર આ,સપાસ કેસ નોંધાયા છે.