Site icon Revoi.in

108 ઈમરજન્સીને ઉત્તરાયણના દિવસે 3,830 કોલ મળ્યા હતા, ગત વર્ષ કરતા વધુ બનાવો બન્યાં

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ લોકોએ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવ્યું હતું. આજે વાસી ઉત્તરાયણના દિને અમદાવાદ, વડોદરા સુરત સહિત મહાનગરોમાં ધાબા પર લોકોએ પતંગો ચડાવીને વાસી ઉત્તરાયણની મોજ માણી હતી.  આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ હતો. જોકે પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી જોવા મળી છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર સુધી અનેક અકસ્માતો બન્યા હતા. ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા.

રાજ્યમાં 108 ઈમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા મુજબ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવાના 245 કોલમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં અમદાવાદમા 75, રાજકોટમાં 28, વડોદરા અને સુરતમાં 27-27 કોલ નોંધાયા હતા.જ્યારે  ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા હતા. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા. પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવાના 245 કોલમાંથી સૌથી વધુ અમદાવાદમાં 75, રાજકોટમાં 28, વડોદરા અને સુરતમાં 27 – 27 કોલ આવ્યા છે. જેમાં ગળા, હાથ-પગ અથવા શરીરના અન્ય ભાગમાં દોરી વાગતા તાત્કાલિક સારવારની જરૂરિયાત ઉભી થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં હાલ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દોરી વાગવાને કારણે એક યુવકના હાથની નસ કપાઈ હતી. અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે એનિમલ માટેની કરુણા અભિયાન હેલ્પલાઇનમાં 1372 ઉપર કોલ નોંધાયા છે. જેમાં 1372માં પશુને લગતા, 804 અને પક્ષીને લાગતા 568 કોલ નોંધાયા છે. પાંજરાપોળ સંસ્થામાં 350 પક્ષીને દોરી વાગેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધી વાસી ઉતરાયણે 80 કોલ એટેન્ડ કરાયા હતા. 350 માંથી 20 ટકા પક્ષી ગંભીર ઘાયલ થયાના કોલ આવ્યા હતા. 350માં સૌથી વધુ કબૂતર બાદમાં મોર સહિતના પક્ષીઓ ઘાયલ થયા હતા. ઉત્તરાયણ પર્વે ફાયર બ્રિગેડને પણ પક્ષી બચાવવાના કોલ મળ્યા હતા.