Site icon Revoi.in

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે.

108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં હતા. એટલે કે પ્રતિદિન 26090 કોલ આવી રહ્યાં છે. પ્રતિ કલાકના 1087 જેટલા કોલ મળી રહ્યાં છે. સૌથી વધુ કોલ અમદાવાદમાંથી આવી રહ્યાં છે. મહત્વની બાબત એવી છે કે એક સાથે 120 કોલનો જવાબ આપવામાં આવી રહ્યો છે.

108 ઇમરજન્સી ટીમ પાસે કોલની સંખ્યા વધતાં આ સર્વિસમાં સ્ટાફને બમણો કરવામાં આવ્યો છે. 99 ટકા જેટલા કોલ એકમાત્ર કોવિડ સારવાર માટે આવી રહ્યાં છે. આ સ્ટાફ હાલ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે. આ કોલ એક મિનિટ પણ ફ્રી રહેતો નથી. ગુજરાતમાં હાલ 660 જેટલા એમ્બ્યુલન્સ એકમાત્ર કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે દોડી રહી છે