- તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે
- 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે
અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.
દિવાળીના તહેવારમાં ફટાકડાને કારણે આગ લાગવાના અને દાઝવાના બનાવોમાં વધારો થાય છે. દિવાળીમાં ઇમરજન્સીમા 13 ટકાનો વધારો થઈ શકે છે. જ્યારે બેસતા વર્ષમાં ઈમરજન્સીમાં 25 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે.108 ના ચીફ ઓપરીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ કહ્યું હતું કે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના દિવસે સાંજના સમયે 5 થી 6 વાગ્યા સુધીના સમયગાળામા ઇમરજન્ની કેસો 70 ટકા વધી જાય છે.
દિવાળીના તહેવારોને લઈને 108 સેવા દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારમાં 4500 જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત રાજ્યભરમાં લગભગ માર્ગો ઉપર 800 એમ્બ્યુલન્સ દોડશે.
(PHOTO-FILE)