- ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શહતૂત ડેમ નિર્માણ પર હસ્તાક્ષર
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ આભાર વ્યક્ત કર્યો
દિલ્હીઃ- મંગળવારના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની વચ્ચે શિખર સમ્મેલન સ્તરિય વાતચીત થઈ હતી, કોરોના મહામારીને કારણે, આ કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં ભારત કાબુલ નદી પર શહતૂત ડેમનું નિર્માણ કરશે.
આ ડેમનું નિર્ણાણ થતા કાબૂલના લોકોને પીવાનું શુધ્ધ પાણી અને સિંચાઇનાં પાણીની સુવિધા પ્રાપ્ત થશે. આ માટે ભારત અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે અમને ખુશી છે કે કાબુલના લોકોને શહતૂત ડેમના નિર્માણથી પીવાનું શુધ્ધ પાણી અને સિંચાઈ માટે પાણી મળશે.
આ યોજાયેલ બેઠકમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે ભારતે અમને આ નિર્ણાયક સમયે કોરોના વેક્સિનના પાંચ લાખ ડોઝ આપ્યા છે … તે કોઈ ભેટથી ઓછું નથી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું કે હું વેક્સિન સાથે પાણીની આ ભેટ બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું.
ભારત-અફઘાનિસ્તાન વિકાસના પ્રમુખ ભાગીદારોમાંનું એક રહ્યું છે, કૃષિ, આરોગ્ય, શિક્ષણ જેવા ઘણા ક્ષેત્રોમાં આપણી યોજનાઓ ફેલાઈ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, તે દવાઓનો પુરવઠો હોય કે પી.પી.ઇ કીટ અથવા ભારતમાં બનાવવામાં આવતી વેક્સિનની સપ્લાય, અફઘાનિસ્તાનની જરૂરિયાત આપણા માટે મહત્વપૂર્ણ રહી છે અને હંમેશા રહેશે.
સાહિન-