1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રોમાં 11 તબીબો સતત ગેરહાજર, DDOએ ફટકારી નોટિસ
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રોમાં 11 તબીબો સતત ગેરહાજર, DDOએ ફટકારી નોટિસ

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રોમાં 11 તબીબો સતત ગેરહાજર, DDOએ ફટકારી નોટિસ

0
Social Share

રાજકોટઃ ગુજરાતમાં જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં તબીબો હાજર રહેતા ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સરકારી મેડિકલમાં ભણેલા વિદ્યાર્થીઓએ સરકારી હેલ્થ સેન્ટરોમાં સેવા આપવા માટે બોન્ડ આપવા પડતા હોય છે. ડોકટરની ડિગ્રી મેળવીને બોન્ડ મુજબ સરકારી હેલ્થ સેન્ટરોમાં નોકરીના મેળવ્યા બાદ તબીબો સતત ગેરહાજર રહેતા હોય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોના હેલ્થ સેન્ટરોમાં સેવા આપવી તબીબોને પણ ગમતી નથી.રાજકોટ જિલ્લા પંચાયત હેઠળનાં 11 ડૉક્ટર લાંબા સમયથી ગેરહાજર છે. કેટલાક ડૉક્ટર્સ મહિનાઓથી ફરજ પર હાજર નહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ અંગેની જાણ થતાં DDO દ્વારા તમામ 11 ડોક્ટરને ટૂંક સમયમાં હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારને પણ  તબીબોની સતત ગેરહાજરી અંગે  જાણ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં શરદી. ઉધરસ, અને ફીવરના કેસ વધી રહ્યા છે. બીજીબાજુ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના સરકારી હેલ્થ કેન્દ્રોમાં તબીબો હાજર રહેતા જ નથી. તેથી ગ્રામીણ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં 11 ડોક્ટરો સસત ગેરહાજર હોવાની ફરિયાદો ઊઠી હતી. જેમાં અમુક ડૉક્ટર્સ 3-3 માસ સુધી ફરજ પર આવ્યા નથી. જેને લઈને મોટી મારડ, વિછીયા, કુવાડવા, કોલીથડ, ભાયાવદર, લોધીકા, વીરપુર સહિતનાં હેલ્થ સેન્ટરો પરના દર્દીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. જોકે આ વાત ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ તમામ 11 ડોક્ટરોને નોટિસ ફટકારી છે. તેમજ ડોક્ટરો રજા પર ઉતરી જવા અંગે રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

આ અંગે રાજકોટનાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત હેઠળ 11 માસ અને ત્રણ વર્ષ માટે બોન્ડેડ ડોક્ટરોની ભરતી કરાઈ છે. આ પૈકી કોઈપણ ડોક્ટર 7 દિવસથી વધુ ગેરહાજર હોય તો તેને નોટિસ આપવામાં આવે છે. જે અંતર્ગત હાલમાં નોટિસ ફટકારવામાં આવી છે. હજુપણ જો ડૉક્ટર્સ હાજર નહીં થાય તો તેને છુટ્ટા કરવામાં આવશે. આ અંગે CHCનાં સુપ્રિન્ટેન્ડેન્ટને પણ તાકીદ કરવામાં આવી છે કે, કોઈપણ ડોક્ટર 7 દિવસથી વધુ ગેરહાજર હોય તો તેને નોટિસ આપવી. આમ છતાં ડોક્ટર હાજર ન થાય તો છુટ્ટા કરવા સુધીના પગલાં લેવામાં આવશે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code