બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડે ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી મામલે શ્રીલંકાના 11 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે તેમની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમની ધરપકડ પછી, કોસ્ટ ગાર્ડ વધુ તપાસ માટે શ્રીલંકાના માછીમારોને કાકીનાડા લઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડે શ્રીલંકાના માછીમારો વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. આ લોકોને ICGS દેવતા દ્વારા કલિંગપટનમથી લગભગ 175 નોટિકલ માઈલ દૂર પકડવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ જારી કરાયેલા નિવેદન અનુસાર તપાસ દરમિયાન આ લોકો પાસે માન્ય લાઇસન્સ અને દસ્તાવેજો નહોતા. શ્રીલંકાના આ જહાજો ભારતીય EEZમાં ગેરકાયદે માછીમારી કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેરીટાઇમ ઝોન ઓફ ઈન્ડિયા એક્ટ 1981 ના ભારતીય આર્થિક ક્ષેત્રમાં વિદેશી જહાજો દ્વારા માછીમારી અથવા ગેરકાયદેસર શિકાર એ ગુનો છે. આ જ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ શ્રીલંકાના માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.