અમદાવાદઃ દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે અનેક પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે. જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો.
ગાંધીનગરના કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે કહ્યું હતું કે, કોલવડામાં 200 દર્દીઓની ઓક્સિજન સાથે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ 66 દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર મેળવી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં સમગ્ર દેશમાં ઓક્સિજન પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે. જોકે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ રાજય છે. એટલે ઓક્સિજનની ઉપલબ્ધતા વધુ છે. પરંતુ પોતાની જરૂરિયાત બાદ જ અન્ય રાજ્યોને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરના હેલીપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ તાત્કાલિક નિર્માણ થશે. કોલવડા સ્થગિત આ પ્લાન્ટ 58 જમ્બો ઓક્સિજન ભરાઈ શકે તેવી ક્ષમતા પણ ધરાવે છે. આ ઉપરાંત 4 થી 5 લીટર ઓક્સિજન ની જરૂરીયાતવાળા 60 દર્દીઓને એકસાથે ઓક્સિજન પૂરો પાડી શક્શે