રાજકોટની બે સ્કૂલના 11 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટની બે શાળામાં કોરોનાનાથી 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સંક્રમિત થયાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ બંન સ્કૂલમાં તાત્કાલિક ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાની એક સ્કૂલમાં 7 વિદ્યાર્થી અને શહેરની એક સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યાં છે. આ ઉપરાંત બે શિક્ષકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેર અને ગ્રામ્યની કુલ બે સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ તાત્કાલિક બંને સ્કૂલમાં ઓનલાઈન વર્ગો બંધ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાંઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત બની છે, તેમજ ત ઓમિક્રોન સંક્રમિત છે કે નહીં તે જાણવા જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. રાજકોટની બે સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી સ્કૂલોમાં સરકારમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
(Photo-File)