સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોની આર્થિક હાલત એટલીબધી ડામાડોળ બની ગઈ છે. કે, કે વીજળી બિલ પણ ભરી શકવાના નાણા નથી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે છેલ્લા 6 માસથી રૂ. 5,91,233 બાકી વીજબીલની રકમ નીકળે છે. જેના કારણે આવી પંચાયતો સામે પીજીવીસીએલએ નોટીસ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામપંચાયતોને પીજીવીસીએલના ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડિવિઝન નીચે આવતા સબ ડિવીઝનોમાંથી 135 જેટલા ગ્રાહકો છે. જેના કારણે આવી ગ્રામપંચાયતોની ઓફિસ સહિતની કચેરીઓમાં અંજવાળુ રહે છે. અને ગ્રામપંચાયતોના વીજબીલ પણ સરકાર ચૂકવતી હોય છે. સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ મળતી હોય છે. છતાપણ સુરેન્દ્રનગર જિલ્લામાં 113 ગ્રામ પંચાયતો છેલ્લા 6 માસથી વીજબીલ ભરી શકી નથી. જેમાં સુરેન્દ્રનગર ડિવિઝનના 6 સબ ડિવિઝન નીચે આવતા કુલ 46 કનેકશન ગ્રાહકો પાસેથી રૂ. 4.76 લાખ બાકી નીકળે છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા, લીંબડી ડિવિઝના સબ ડિવિઝન નીચે આવતા ગ્રામપંચાયતો પાસે બાકી રકમ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આમ કુલ 135માંથી 113 ગ્રામપંચાયતોના કુલ રૂ. 5,91,233 વીજબીલની બાકી રકમ નીકળે છે. જેમાં વીજળીના બિલ ન ભરનાર આવી પંચાયતોને નોટીસ સહિતની પણ કામગીરી કરાતા બાકીદારોમા દોડધામ મચી હતી.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ડિવિઝન નીચે આવતા સબ ડિવીઝનમાં ગ્રામપંચાયત ઉપયોગકર્તા તરીકે ચોટીલામાં 2માંથી 1 પાસે રૂ.793, ચોટીલા(આર) 10માંથી 5 પાસેથી રૂ.13730, મૂળીના 12માંથી 12 પાસેથી 351066, સુરેન્દ્રનગર (આર)ના 20માંથી 19 પાસેથી 72678, થાનગઢના 6માંથી 6 પાસેથી રૂ. 32961 અને વઢવાણના 4માંથી 3 પાસે રૂ. 5243 બાકી સહિત કુલ 54માંથી 46 ગ્રાહકો પાસેથી રૂ. 476473 વીજબીલની બાકી રકમ. ધ્રાંગધ્રા ડિવિઝન નીચે આવતા સબ ડિવીઝનમાં ગ્રામપંચાયત ઉપયોગકર્તા તરીકે બાવળીના 5માથી 4 ગ્રાહકો પાસે રૂ. 6981, દસાડાના 20માંથી 17 પાસેથી રૂ. 24257, ધ્રાંગધ્રા(આર)ના 8માંથી 6 પાસે રૂ. 5740 તેમજ પાટડીના 15માંથી 13 ગ્રાહકો પાસેથી રૂ. 13411 બાકી નીકળે છે. આમ આ સબ ડિવીઝન નીચે કુલ 48માથી 40 પાસે રૂ. 50391 વીજબીલની રકમ બાકી નીકળે છે.