Site icon Revoi.in

વડા પ્રઘાન મોદી ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત 7 માર્ચના રોજ બંગાળમાં વિશાળ રેલી યોજશે

Social Share

દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળીમાં પહેલી મોટી રેલી કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર 7 માર્ચે યોજાનાર છે. ભીડના દ્રષ્ટિકોણથી આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ તમામ રીતે પ્રયત્નોમાં જોતરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે  સાંસદથી બૂથ લેવલ સુધી કાર્યકરતા ઘરે ઘરે રેલીમાં આમંત્રણ આપવાની કામગીરી સોંપવામાં આવી છે. પાર્ટીના નેતાઓ નુક્કડ સભાઓ યોજી રહ્યા છે અને લોકોને રેલીમાં પહોંચવા અપીલ કરી રહ્યા છે.

તેમજ પીએમની રેલીને સફળ બનાવવા માટે સોશ્યલ મીડિયા અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ રેલી ચૂંટણી પહેલા મતદારોનો મૂડ જોવા મળશે.

રેલીના સ્થળે ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, એક પીએમ મોદી અને વરિષ્ઠ નેતાઓ માટે અને બે અન્ય મુખ્ય મંચની બંને બાજુ, જેમાં રાજ્યના નેતાઓ અને ઉમેદવારો હાજર હશે. સ્થાનિક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે. આ પહેલા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસ-ડાબેરી ગઠબંધને આ મેદાન પર વિશાળ રેલી યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.

સાહિન-