Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં 11917ને RTE હેઠળપ્રવેશ, સ્કુલ દુર હોવાથી 45 વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડમાં 11917 એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા ત્યારે એલોટ થયેલા એડમિશનમાંથી પણ 45 એડમિશન અલગ અલગ કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા છે. હવે બીજો રાઉન્ડ 9મી મેથી શરૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં RTE હેઠળ 11997 બેઠક ફાળવવામાં આવશે.આરટીઈમાં પ્રવેશ માટે  42189 અરજીઓ પ્રથમ રાઉન્ડ માટે આવી હતી. જેમાંથી 32539 અરજીઓ મંજુર કરવામાં આવી હતી, જ્યારે 3060 અરજીઓ કોઈ કારણસર રિજેક્ટ કરવામાં આવી હતી ત્યારબાદ સ્કુટીની કરાતા વધુ  6590 અરજીઓ કેન્સલ કરવામાં આવી હતી. 32539માંથી  11917 અરજીઓને માન્ય રાખીને એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. 2340 એલોટમેન્ટ કરેલા એડમિશન પેન્ડિંગ છે જ્યારે 45 એડમિશન એલોટ થયેલા રિજેક્ટ કરવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આરટીઈ અંતરર્ગત એલોટ કરાયેલા એડમિશન રિજેક્ટ થવા પાછળ અલગ અલગ કારણો છે, જેમાં ગયા વર્ષે કોઈ સ્કૂલમાં 1માં ધોરણમાં બાળક ભણતું હોવા છતાં આ વર્ષે RTEનો લાભ લઈને ભણાવવા ફોર્મ ભર્યું હતું, પરંતુ નોંધણી નંબર હોવાથી આ પ્રકારના એડમિશન રદ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત રહેણાંક વિસ્તાર અલગ હોય અને ફોર્મ અલગ જગ્યાથી ભર્યું હોય જેના કારણે સ્કૂલ રહેણાંક કરતા દૂર થઈ જાય છે જેના કારણે વાલી સામેથી એડમિશન રદ કરાવે છે એટલે 45 એડમિશન આ પ્રકારે રિજેક્ટ થયા છે. RTE હેઠળ બીજો રાઉન્ડ 9 મે બાદ ફરીથી શરૂ થશે.