Site icon Revoi.in

મેડાગાસ્કર માં IOIG ગેમ્સ ઓપનિંગ માં ભાગદોડ મચતા 12 લોકોના થયા મોત,અનેક ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ- આફ્રિકાના દેશ મેડાગાસ્કરમાંથી એક મોટી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે અહી મેડાગાસ્કરમાં આયોજિત ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદ્ઘાટન સમારોહ હતો આ દરમિયાન અફરાકતપરી સર્જાય હતી અને સમારોહમાં  12 લોકોના મોત થયા હતા.

આ સમગ્ર મામલે જો મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો મેડાગાસ્કરના બારિયા સ્ટેડિયમમાં શુક્રવારે ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમમાં લગભગ 50 હજાર દર્શકો આવ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને માહિતી મળી રહી છે કે   આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે તો સાથે 80થી પણ વઘુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાખસેડવામાં આવ્યા છે.આ ઘટનાને પગલે રાષ્ટ્રપતિએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને જનતા પાસેથી મૌન રાખવાનું આહ્વાન કર્યું છે.

આ ઘટના બાદ  તાત્કાલિક મેડાગાસ્કરના વડાપ્રધાન ક્રિશ્ચિયન એનટસે હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન તેમણે મીડિયાને માહિતી આપી હતી કે  અહી અફરાકફરીમાં લગભગ 80 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 11 લોકો વધુ ગંભી હાલતમાં જોવા મળી રહ્રયા છે.

રાષ્ટ્રપતિએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલીનાએ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેણે કહ્યું કે સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ઘણા લોકો ઘાયલ છે. શોક વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિએ મૌન પાળવાનું આહ્વાન કર્યું છે. જો કે ઘધટનાનું સાચુપ કારણ હજી બહાર આવ્યું નથી.