UPમાં ટેટૂ કરાવુ 12 લોકોને પડ્યું મોંઘુઃ તમામના HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યાં
લખનૌઃ ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ દોરાવ્યા બાદ 12 લોકો એચઆઈવી પોઝિટીવ થયાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બે મહિનામાં 10 છોકરાઓ અને બે છોકરીઓ HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટેટૂ કરાવ્યા બાદ આ તમામ સંક્રમિત થયાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એચઆઈવી સંક્રમિત તમામ દર્દીઓની તપાસ છેલ્લા બે મહિનામાં પંડિત દીન દયાળ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હવે 12 લોકો HIV સંક્રમિત મળી આવ્યા છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર બધામાં સંક્રમણનું કારણ ટેટૂ બનાવવા માટે સંક્રમિત નિડલનો ઉપયોગ કરવો છે. તેમ એન્ટી રેટ્રો ટ્રીટમેન્ટ સેન્ટરના તબીબે જણાવ્યું હતું.
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ચેપગ્રસ્ત મળી આવેલા તમામ લોકોએ તાજેતરમાં ટેટૂ કરાવ્યા હતા. આ તમામ લોકોને સતત તાવની સાથે નબળાઈ પણ આવી રહી હતી. જ્યારે બધાએ તપાસ કરી તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તમામ સંક્રમિત લોકો કોઈ ફેરીવાળા અથવા મેળામાં ટેટૂ બનાવડાવ્યા હતાં. ડૉક્ટરનું કહેવું છે કે, નિડલ સંક્રમિત હોવાના રાપણે તમામ HIV સંક્રમિત થયાં છે.
(PHOTO-FILE)