1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ST સમાંતર દોડતા ખાનગી પેસેન્જર વાહનો સામે તવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વાહનો ડિટેઈન
ST સમાંતર દોડતા ખાનગી પેસેન્જર વાહનો સામે તવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વાહનો ડિટેઈન

ST સમાંતર દોડતા ખાનગી પેસેન્જર વાહનો સામે તવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વાહનો ડિટેઈન

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં એસટીના દરેક રૂટ્સ પર એસટી બસની સમાંતર ખાનગી વાહનો દોડી રહ્યા છે. તેના લીધે એસટી નિગમને નુકશાન થઈ રહ્યું છે. આથી પોલીસ વિભાગનો સહયોગ મેળવીને એસટીના અધિકારીઓએ ઝૂંબેશ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં લીંબડી-ધ્રાંગધ્રામાંથી કુલ 12 વાહન ડિટેઇન કરી અંદાજે રૂ. 1.44 લાખનો દંડ કરાયો હતો. એસટી અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી ઝૂંબેશને કારણે પેસેન્જરની હેરાફેરી કરતા ખાનગી વાહન ઓપરેટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મજબ એસટીની સલામત સવારી ખોટના ખાડામાં દોડી રહી છે. તેમાંય હવે એસટી સ્ટેશનો તેમજ પીકઅપ સ્ટેન્ડો પરથી ખાનગી વાહનોમાં મુસાફરો ભરીને લઇ જતા ચાલકોના કારણે દિવસે દિવસે એસટીને ખોટનો ખાડો વધી રહ્યો છે. ત્યારે આવા પેસેન્જરની હેરાફેરી કરતા ખાનગી વાહનચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસવડા હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ. સોલંકી, એસટીના કર્મચારી સાગરભાઇ, એએસઆઈ પ્રવિણાબેન, હેડ કોન્સ્ટેબલ બીપીનકુમાર, વિજયસિંહ, વરજાંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબીના રોહિતભાઈ નવનીતભાઈ, રામસિંહ સહિતા સ્ટાફે કામગીરી કરીને ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. લીંબડી વિસ્તારના માર્ગો પરથી 5 વાહનને ડિટેઇન કરીને રૂ. 60,000નો દંડ કરાયો હતો. જ્યારે ધ્રાંગધ્રા વિસ્તારના માર્ગો પર કાર્યવાહી કરાતા 7 વાહનો ડિટેઇન કરી રૂ. 84,000નો દંડ કરાયો હતો. આમ બે દિવસમાં કુલ 12 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,44,000નો દંડ કરાતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code