1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહને તોડવા સાયબર સેલ સક્ષમ, 1200 એપ્સ બંધ કરાઈ
તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહને તોડવા સાયબર સેલ સક્ષમ, 1200 એપ્સ બંધ કરાઈ

તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહને તોડવા સાયબર સેલ સક્ષમ, 1200 એપ્સ બંધ કરાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરળતાથી તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહમાં અત્યાર સુધી નાણાની જરુરીયાત ધરાવતી વ્યક્તિઓ ફસાય છે, બીજી તરફ ચાઈનીઝ એપ્સના આ અભેદ ચક્રવ્યુહને ભેદવા માટે અમદાવાદ સાયબર સેલે કમર કસી છે, એટલું જ નહીં થોડા સમય પહેલા જ આવી લગભગ 1200 જેટલી એપ્સ પ્લે સ્ટોરમાંથી દુર કરાવી છે એટલું જ નહીં 600 લિંક હટાવી છે, સાયબર ક્રાઈમે અત્યાર સુધી પાંચ હજારથી વધારે એપ્સ સામે કાર્યવાહી કરી છે. સાયબર ઠગો પણ લોકોને સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપીને ફસાવવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે એટલું જ નહીં એક એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે તે સાયબર ઠગ્સ અન્ય એપ્સ તૈયાર કરતા હોવાનું સામે આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ આવી એપ્સ અને લિંક સામે કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી બાદ લોકોને સરળતાથી નાની-નાની રકમની લોન આપવાની લાલચ આપીને ઠગાઈ આચરતી સાયબર ઠગ્સ સક્રિય થયાં છે. લોકોને મેસેજ મારફતે રૂ. 5થી 10 હજારની રકમની લોન સરળતાથી આપવાની લાલચ આપીને લિંક તથા મોબાઈલ એપ્લિકેશનની માહિતી પુરી પાડવામાં આવે છે. જ્યારે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યાં બાદ જે તે વ્યક્તિ પાસેથી લોન માટે આધારકાર્ડ, બેંકની વિગતો તથા ફોટોગ્રાફ સહિતની વિગતો લેવામાં આવે છે. જે બાદ જે તે વ્યક્તિના બેંક ખાતામાં લોનની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ઠગોની જાળમાં ફસાયેલી વ્યક્તિ લોનની રકમ ભરપાઈ કરી તેમ છતા અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને વધારાની રકનની માંગણી કરવામાં આવે છે. એટલું જ નહીં ફોટોગ્રાફ એડિટ અને મોર્ફ કરીને જે તે વ્યક્તિના પરિવારજનો-મિત્રોને સોશિયલ મીડિયા મારફતે મોકલી આપવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવામાં આવે છે. એટલું જ નહીં લોન લેતી વખતે આપેલા ડેટા પણ વેચી દેવામાં આવે છે.

અમદાવાદ સાયબર સેલના એસીપી જેએમ યાદવના જણાવ્યા અનુસાર તત્કાલ લોન આપવાની લાલચ આપીને ઠગાઈ આચરતી એપ્લીકેશનો અંગેની વ્યાપક ફરિયાદોને પગલે સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં તાજેતરમાં જ 1200થી વધારે એપ્સને પ્લે સ્ટોરમાંથી દુર કરવામાં આવી છે એટલું જ નહીં 600થી વધારે લીંક પણ હટાવવામાં આવી છે. ત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના સહકારથી 5000થી વધારે એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ ચોંકાવનારી વાત છે કે, આવી એપ્સ દૂર થયાં બાદ સાયબર ઠગો અન્ય એપ્લિકેશન તૈયાર કરીને લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. ચાઈનીઝ મોબાઈલ એપ્સ સામેની કાર્યવાહીને પગલે લોનના બહાને છેતરપીંડીના બનાવોમાં ઘટાડો થયો છે. તેમ છતા દર મહિને આવી બેથી ત્રણ ફરિયાદ મળે છે.

નાણાની જરુરીયાત જણાય તો આવી એપ્સના બદલે બેંકમાંથી લોન લેવા માટે રાજ્યની જનતાને સાયબર ક્રાઈમે અપીલ કરી છે. તેમજ તત્કાલ લોન આપતી એપ્સ અને લિંકથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code