Site icon Revoi.in

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી છતાંયે દિવાળી સુધીમાં 12000 કરોડના વેપારની શક્યતા

Social Share

સુરત:  શહેરનો ટેકસટાઇલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હતો. પણ દિવાળીના તહેવારો નજીક આવતા ખરીદીનો માહોલ શરૂ થયો છે. ટેકસ્ટાઈલ્સ માર્કેટનો મુખ્ય વેપાર દિવાળી પર રહેલો છે. દર વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વાર્ષિક વેપાર અંદાજિત 11થી 12 હજાર કરોડ રૂપિયાનો હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વેપાર હાલ નવથી દસ હજાર કરોડ સુધી પહોંચી ગયો હોવાનું  ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના સૂત્રો કહી રહ્યા છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોના વેપારીઓ પણ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આ ખતે દિવાળી સુધીમાં 12000 કરોડના  વેપારની જથ્થાબંધ કાપડના વેપારીઓ આશા રાખી રહ્યા છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત ટેક્સટાઇલ માર્કેટની સામાન્ય સિઝન મંદિના માહોલમાંથી પસાર થઈ છે. જેથી સૌ કોઈ વેપારીઓ દિવાળીની સીઝનમાં સારા વેપારની આશા લગાવી બેઠા હતા. જે આશા વેપારીઓની અંતે ફળી છે અને હમણાં સુધીમાં નવથી દસ હજાર કરોડ સુધીનો વેપાર સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ કરી લીધો છે. દિવાળીની સિઝનના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 200થી વધુ ટ્રક માલ ભરી ટ્રાન્સપોર્ટ મારફતે અન્ય રાજ્ય બહાર મોકલાયો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મલ્ટીપલ પ્રોડક્ટના કારણે સારો એવો વેપાર થયો છે.

આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવાર બાદ ટેક્સટાઇલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. અન્ય તહેવારોની સરખામણીએ દિવાળીના તહેવાર દરમિયાન 25 થી 30 ટકા જેટલો વેપાર થતો હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન થતાં વેપારના કારણે અન્ય સિઝનના વેપારની ઓન સરભરા થઈ જાય છે. જેથી વેપાર બંધ થવાની સમસ્યા પણ ઉદભવતી નથી. વીતેલા દિવસોમાં પણ સારો વેપાર થયો છે. રક્ષાબંધન બાદ એકધારા વેપારના કારણે દિવાળી સુધીમાં જે વેપારનો લક્ષ્યાંક વેપારીઓએ ધાર્યો હતો તે ધારણા મુજબ 9,000 હજાર કરોડ સુધીનો વેપારનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. સામાન્ય દિવસોમાં ટ્રાન્સપોર્ટ મારફતે 120થી 125 જેટલી ટ્રકો સુરતથી અન્ય રાજ્યોમાં જતી હતી. જે ટ્રકોની સંખ્યા 240થી વધુ રહી છે. જેના કારણે વેપારીઓના માલનું ડિસ્પેચિંગ પણ ખૂબ જ ઝડપી રહ્યું છે. વેપારીઓએ ડિસ્પેચિંગનો લક્ષ્યાંક ધાર્યો હતો તે મુજબ હાલ મળી ચૂક્યો છે. સુરત માત્ર સાડીના બિઝનેસ પૂરતું હક નથી પરંતુ હવે મલ્ટીપલ ફેબ્રિક્સના કારણે સારો વેપાર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યો છે. જેથી તમામ સેક્ટર મળીને 10,000  કરોડ સુધીનો વેપારનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો હોવાનું અનુમાન છે.