Site icon Revoi.in

ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ

Social Share

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સુવિધા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. ફેમ-II યોજનામાં અન્ય બાબતોની સાથે સાથે ઇવી વપરાશકર્તાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે સબસિડીના રૂપમાં નાણાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ દેશમાં 12146 જેટલા ઈવી ચાર્જીંગ સ્ટેશન કાર્યરત છે. ઉપરાંત, વીજ મંત્રાલયે દેશમાં જાહેર ઇલેક્ટ્રિક વાહન (ઇવી) ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જમાવટને વેગ આપવા માટે અનેક પહેલ કરી છે.

1. ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગદર્શિકા અને ધોરણો જાન્યુઆરી, 2022માં જારી કરવામાં આવ્યા હતા, જેમાં નવેમ્બર, 2022 અને એપ્રિલ, 2023ના રોજ સુધારો કરવામાં આવ્યો છે. ઉપરોક્ત માર્ગદર્શિકાઓની વિસ્તૃત વિશેષતાઓ આ પ્રમાણે છે.

ગ્રીન એનર્જી ઓપન એક્સેસ રૂલ્સ, 2022ને નોટિફાઇડ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ અક્ષય ઊર્જાના સ્વીકારને વધુ વેગ આપવાનો છે, જેનો ઉદ્દેશ તમામ માટે વાજબી, ભરોસાપાત્ર, સ્થાયી અને હરિત ઊર્જાની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક રસોઈના ફાયદાઓ પર જાગૃતિ લાવવા માટે, વીજ મંત્રાલયે ફેબ્રુઆરી, 2021માં “ગો ઇલેક્ટ્રિક” અભિયાન પણ શરૂ કર્યું હતું.

NITI આયોગ તરફથી મળેલી માહિતી મુજબ, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઈલેક્ટ્રિક વાહનોની રચના, રનિંગ પેટર્ન, ટેરેન અને ભૂગોળ, શહેરીકરણ પેટર્ન અને ઈવી અને ચાર્જિંગ ઈક્વિપમેન્ટ્સની ટેકનોલોજી પર આધારિત છે. કારણ કે, આ તમામ પરિબળો હજુ પણ વિકસિત થઈ રહ્યા છે, ચોક્કસ સંખ્યામાં EV માટે જરૂરી ચાર્જિંગ પોઈન્ટ્સની સંખ્યા પર કોઈ વૈશ્વિક સર્વસંમતિ નથી. જરૂરિયાતને ગતિશીલ ગણવામાં આવે છે અને ઉપરોક્ત પરિબળોના આધારે, 20 EVs દીઠ 1 ચાર્જિંગ પોઈન્ટથી 150 EVs દીઠ 1 ચાર્જિંગ પોઈન્ટની વિશાળ શ્રેણીમાં છે.