1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જગ્યાઓ ખાલી, CMને રજુઆત
ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જગ્યાઓ ખાલી, CMને રજુઆત

ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જગ્યાઓ ખાલી, CMને રજુઆત

0
Social Share

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જેટલી જગ્યાઓ ખાલી છે. આમ સ્ટાફની અછતને લીધે નિગમની કામગીરી પર અસર પડી રહી છે. પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. તેને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા નવી નવી બસો શરૂ કરવામાં આવી છે. પરંતુ તેની સામે સ્ટાફની ભરતી કરવામાં નહી આવતા હાલમાં ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મીકેનીક સહિત 12321 સ્ટાફની ઘટ છે. આથી તાકિદે એસ ટી નિગમમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે ગુજરાત એસ ટી મઝદુર મહાસંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના દરેક ગામમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. પ્રવાસીઓની  માંગને ધ્યાનમાં રાખીને સુપર ડિલક્ષ, ગુર્જરનગરી, ટુ બાય ટુ, સ્લીપરકોચ જેવી નવી નવી બસોનો પરિવહન સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ તેની સામે એસ ટી નિગમની વિવિધ કેડરોના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો નથી. જેની સીધી અસર એસ ટી નિગમની વહિવટી કામગીરી તેમજ એસ ટી બસોના સંચાલન ઉપર પડી રહી છે. જોકે વાહન વ્યવહાર મંત્રી દ્વારા 2100 કંડક્ટરની ભરતી કરવાની ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી હતી.

એસ ટી નિગમની અલગ અલગ કેડરોમાં 12321 કર્મચારીઓની ઘટ હોવાનો આક્ષેપ કર્મચારી મહાસંઘે કર્યો છે.એસ ટી નિગમમાં કંડક્ટરની મંજુર થયેલી 16000ની સામે હાલમાં 14300 જગ્યાઓ ભરેલી જ્યારે 1700 જગ્યાઓ ખાલી રહેવા પામી છે. જ્યારે ડ્રાઇવરની 16600ની જગ્યાઓ મંજુરની સામે 14700 જગ્યાઓ ભરેલી હોવાથી હાલમાં 1900 જગ્યાઓ ખાલી છે.તે જ રીતે ક્લાર્કની 5351 મંજુર જગ્યાઓની સામે 1707 ભરેલી અને 3644 જગ્યાઓ ખાલી છે. જ્યારે મીકેનીકની 6974 મંજુર જગ્યાઓની સામે 1897 જગ્યાઓ ભરેલી અને 5077 જગ્યાઓ ખાલી હોવાનું ગુજરાત એસ ટી મઝદૂર મહાસંઘે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code