Site icon Revoi.in

ગુજરાતના પોલીસ વિભાગમાં 472 PSI સહિત 12472 જગ્યાઓ પર ભરતી કરાશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 472 પીએસઆઈ સહિત વિવિધ કેડરમાં 12472 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે

ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવશે. જે 12472 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં  472 PSIની જગ્યા, 6600 કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, ઉપરાંત SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટનો સમાવેશ થાય છે.

 રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘X’ પર ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ‘X’ પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!

પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ભરતી અંગેની મૂકવામાં આવનારી સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઇ લેવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ (જાહેરાત)અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરનારા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે. LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટનો સમય આપવામાં આવશે.