નવી દિલ્હીઃ ભારતે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે છેલ્લા નવ વર્ષમાં 125 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે 2013-14માં રૂ. 90,415 કરોડથી વધીને 2022-23માં રૂ. 2,04,110 કરોડ થઈ છે. ભારતની કુલ નિકાસમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો હિસ્સો 5.71 ટકા છે. લગભગ 200 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના જથ્થાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, જેમાં ટોચના 5 દેશો યુનાઇટેડ સ્ટેટ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ અને બ્રાઝિલ છે.
ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક રસીના ઉત્પાદનમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. ભારત વિશ્વમાં ઓછી કિંમતની રસીઓના સૌથી મોટા સપ્લાયર્સ પૈકી એક છે અને વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા છે, જે વૈશ્વિક પુરવઠાના 20% હિસ્સો ધરાવે છે. વધુમાં, ભારતે રસી મૈત્રી પહેલ હેઠળ વિશ્વભરના લગભગ 100 દેશોને (19 મે, 2023 સુધીમાં) 298 મિલિયનથી વધુ કોવિડ-19 રસીઓ સપ્લાય કરી છે.
ભારત સરકારે આત્મનિર્ભરતા હાંસલ કરવા, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં મોટા રોકાણને આકર્ષવા માટે ત્રણ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ શરૂ કરી છે. જેમાં બલ્ક ડ્રગ્સ (2020)માં 2405.69 કરોડ, મેડિકલ ડિવાઇસીસ (2020)માં 837.23 કરોડ અને ફાર્માસ્યુટિકલ્સ (2021)માં 18618.09 કરોડનું રોકાણ થયું છે. આમ કુલ રૂ. 21,861 કરોડની મૂડી રોકાણ થયું છે. ભારત સરકારે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના નિકાસ માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે.