- ગુજરાતમાં કોરોનાની લહેર જેવું વાતાવરણ
- 1259 કેસ નોંધાયા
- એક્ટિવ કેસનો આંકડો 6000 નજીક
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, લોકોમાં ચિતાના વાદળો પણ ઘેરાયા છે. વાત એવી છે કે ગુજરાતમાં કોરોનાવાયરના એક્ટિવ કેસનો આંકડો 6000ની નજીક પહોંચવા આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવ્યા છે.
વધુ જાણકારી અનુસાર રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘરે પરત ફર્યા છે. કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે
જો વાત કરવામાં આવે જિલ્લા પ્રમાણે કેસની તો અમદાવાદમાં 644 કેસ સાથે કોરોના હોટસ્પોટ બની ગયું છે. સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, જામનગરમાં 17 કેસ, ભાવનગરમાં 18 કેસ,વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ,ખેડામાં 24 કેસ, ભરૂચમાં 16 કેસ, નવસારીમાં 16 કેસ નોંધાયા, મહેસાણા અને મોરબી જિલ્લામાં 12-12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, બનાસકાંઠા, દાહોદ, પોરબંદર, જુનાગઢ અને અરવલ્લીમાં એક કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યો છે.