1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે
રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે

રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે

0
Social Share
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદઘાટન માટે અપાયું આમંત્રણ,
  • ખાનગી સિક્યુરિટીના 125 જવાનો પણ તૈનાત કરાશે,
  • ફાયર ફાયટરો-એમ્બ્યુલન્સ 24 કલાક સ્થળ પર રહેશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે, ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. આજે બોળચોથથી સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો સાતમ-આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે. આ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. 5 દિવસીય લોકમેળામાં 1,266 પોલીસ જવાનો અને 125 પ્રાઈવેટ સિક્યુરિટી તૈનાત રહેશે તો 5 ફાયર ફાઈટર અને 5 એમ્બ્યુલન્સ લોકોની સુરક્ષા માટે રાખવામાં આવશે.

રાજકોટના રેસકોર્સ મેદાન પર લોકમેળો આ વર્ષે ધરોહર મેળાના નામે યોજાઈ રહ્યો છે. 24 થી 28 મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા ફુલપ્રુફ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉદ્ઘાટન માટે રાજકોટ કલેકટર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યુ છે. લોકમેળામાં 1,266 પોલીસ જવાનો અને 125 પ્રાઈવેટ સિક્યુરિટી તૈનાત રહેશે તો 5 ફાયર ફાઈટર અને 5 એમ્બ્યુલન્સ લોકોની સુરક્ષા માટે રાખવામાં આવશે. મેળામાં અર્વાચીન ગરબો,  હુડો – ઢોલ તલવાર રાસ, આદિવાસી ધમાલ નૃત્યનું આકર્ષણ જોવા મળશે. જેમાં રમકડાના 140, નાની – મોટી રાઇડસના 45 સહિત 235 સ્ટોલ અને પ્લોટ છે. જેમાં લોકો માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવશે મેળામાં દરરોજ રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી આ લોકમેળામાં અંદાજે 12 લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ ગામેગામ યોજાશે.  આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે અને ઉંચા ઉંચા ફજત, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ માણતા હોય છે. એક અંદાજ મુજબ રાજકોટના 5 દિવસના લોકમેળામાં દર વર્ષે 12 લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે. આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો 3 દિવસથી વધારીને 5 દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના આ વિકેન્દ્રીકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે. કોરોનાની મહામારી દરમિયાન જાહેર જનતાના હિતાર્થે 2 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં સ્થાનિકથી લઇ અન્ય રાજયોના અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.

#SatamAatham2024 #RajkotFair #CulturalFestivities #SaurashtraCelebration #GarbaAndRides #LocalFestivals #RajkotTraditions #FolkDances #CrowdManagement #HeritageFair #CMInauguration #FireSafety #FestivalSecurity #5DayFair #SaurashtraFestivals #RajkotEvents #PublicSafety #FestivalFun #TraditionalGarba #SaurashtraCulture

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code