Site icon Revoi.in

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા,15 ના મોત

Social Share

દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.14 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.હાલમાં દેશમાં સક્રિય કેસ 72,474 છે. રિકવરી રેટ હાલમાં 98.62% છે. છેલ્લા 24 કલાકમાં 8,518 લોકો કોરોનાથી સાજા થયા છે.આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,99,363 થઈ ગઈ છે.

ડેલી પોઝિટીવીટી રેટ 2.89% છે. વીકલી પોઝિટીવીટી રેટ 2.50% છે. અત્યાર સુધીમાં 85.78 કરોડ કોરોનાની તપાસ થઈ ચૂકી છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ-19ના 837 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,18,884 થઈ ગઈ છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી

અધિકારીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં કોવિડ-19થી મૃત્યુઆંક 11,898 રહ્યો છે.તે જ સમયે, મૃત્યુ દર 1.67 ટકા નોંધાયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે થાણેમાં કોવિડ-19ના 957 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે 934 નવા કેસ નોંધાયા હતા.