Site icon Revoi.in

કોરોનાના કેસમાં 13.4 ટકાનો ઘટાડો- છેલ્લા 24 કલાકમાં 58 હજાર 77 કેસ સામે આવ્યા

Social Share

દિલ્હીઃ- દેશમાં કોરોનાને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે,કોરોનાની ત્રીજી લહેર હવે ઘીમી પડી રહી છે. દૈનિક નોંધાતા કેસોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે તો એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘીમે ઘીમે ઘટતી જોવા મળી રહી છે, જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ કોરોનાના માત્ર 58,077 કેસો નોંધાયા છે.જે આગલા દિવસની સરખામણીમાં ઘણા ઓછા છે.

તો બીજી કરફ  કોરોનાના સક્રિય કિસ્સાઓની સંખ્યા પણ ઘટી છે હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 6 લાખ 97 હજાર 802 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં, 1 લાખ 50 હજાર 407 લોકો કોરોનાથી સાજા થયા છે.તો આ સમયગાળા દરમિયાન 657 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.

આ સાથે જ કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની જો વાત કરીએ તો 3.89 ટકા જોવા મળે છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 5.76 નોંધાયો છે.પહેલાની સરખામણીમાં હવે કોરોનાના કેસમાં ભારેખમ ઘટાડો આવ્યો છે.