મધ્યપ્રદેશ: ઓટો રીક્ષા અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 13 ના મોત
- ઓટો રિક્ષા અને બસ વચ્ચે ટક્કર
- ડ્રાઈવર સહીત 13 લોકોના મોત
- બસ ચાલકની ધરપકડની માંગ
ભોપાલ: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગ્વાલિયરમાં મંગળવારે સવારે બસ અને ઓટો રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે.જયારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. મૃતકોમાં 12 મહિલાઓ છે. અને તેમાં એક ઓટો ડ્રાઈવર પણ સામેલ છે. મળતી માહિતી મુજબ ગ્વાલિયરના જુના છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને ઓટો રિક્ષા વચ્ચે ભારે ટક્કર થઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક મહિલાઓ આંગણવાડી માટે ભોજન બનાવવાનું કામ કરતી હતી. આ તમામે પોતાનું કામ પૂરું કરી બે ઓટો રિક્ષાથી ઘરે પરત ફરી રહી હતી,પરંતુ એક ઓટો રસ્તામાં ખરાબ થઇ ગઇ. અને તે બધી મહિલા એક જ રિક્ષામાં બેસી ગઈ.અને જેમ ઓટો રિક્ષા આગળ વધી કે તે એક બસ સાથે ટકરાઈ હતી.
આ અકસ્માત બાદ ગ્રામજનોએ અહીં ચક્કાજામ કરી દીધો છે. અને ઘટના સ્થળ પરથી આરોપી બસ ચાલકની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
-દેવાંશી