ઈસ્લામાબાદ : પાકિસ્તાનના મુલ્તાન જિલ્લામાં બુધવારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થવાને કારણે 13 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયામાં આની જાણકારી આપવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, એક જૂથના સદસ્યે ઈદની નમાજ બાદ મસ્જિદની બહાર આવી રહેલા અન્ય જૂથના લોકો પર અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું.
આ રિપોર્ટ પ્રમાણે, બાદમાં બંને તરફથી ફાયરિંગ થવા લાગ્યું હતું. જેમાં નવ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને અન્ય ઘણાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં ચાર અન્ય લોકોના મોત થયા હતા.
જણાવવામાં આવે છે કે આ ઘટના ક્ષેત્રમાં લૂંટફાટ કરનારા કથિત બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે થઈ હતી. હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ માટે આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી.