હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જો ઘનતેરસની વાત કરીએ તો આ દિવસે ઘનની પૂજા કરવામાં આવે છે ચોપડા પૂજન કરવામાં આવે છે અને દિવાળીમાં ખઆસ દિવડાઓ પ્રગટાવીને ઘરને રોશન કરવામાં આવે છે.
દિવાળીને આમતો પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા છે અને આ આનંદમાં સમગ્ર અયોધ્યા દીવાઓથી ઝગમગી ઉઠી હતી.
આ દિવસે ઘરોમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેમની પાસે ઘરની સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે, તેથી ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ.દિવાળીના તહેવાર પર લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે. હિંદુ ધર્મમાં દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. આ દિવસે 13 દીવા પ્રગટાવવામાં આવે છે અને ઘરના દરેક ખૂણામાં રાખવામાં આવે છે. તો ચાલો જાણીએ 13 દીવા પ્રગટાવવા પાછળનું કારણ.
એવું માનવામાં આવે છે કે પ્રથમ દીવો પ્રગટાવવાથી પરિવારને અકાળ મૃત્યુથી બચાવે છે.ધનતેરસના દિવસે આ 13 જૂના દીવા ડસ્ટબીન પાસે દક્ષિણ દિશા તરફ પ્રગટાવવા જોઈએ.
દિવાળીની રાત્રે ઘરના મંદિરમાં બીજો દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે જ ત્રીજો દીવો દેવી લક્ષ્મીની સામે રાખવો. આ વિશે એવી માન્યતા છે કે આ કરવાથી દેવી લક્ષ્મી તરફથી ધન, સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.
ચોથો દીવો માતા તુલસી પાસે રાખવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં શાંતિ રહે છે. પાંચમો દીવો ઘરના દરવાજા પર રાખવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ખુશીઓ આવે છે.
છઠ્ઠો દીવો પીપળના ઝાડ નીચે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે પૈસા સંબંધિત અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. સાતમો દીવો મંદિરમાં પ્રગટાવવામાં આવે છે. ઘરના ડસ્ટબીન પાસે આઠમો દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઘરને નકારાત્મકતા અને દુષ્ટ આત્માઓથી બચાવવામાં મદદ કરે છે.
આ સાથે જ ઘરના શૌચાલય પાસે નવમો દીવો પ્રગટાવવામાં આવે છે. તે ઘરમાં સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે. ઘરની છત પર દસમો દીવો પ્રગટાવવામાં આવે છે. તે ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.
ઘરની બારી પાસે અગિયારમો દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ખરાબ ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે. ઘરના ઉપરના માળે બારમો દીવો પ્રગટાવવામાં આવે છે. તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેરમો દીવો ઘરની ચોકડી પર મૂકવો. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સારી ઉર્જા ફેલાવવામાં મદદ કરે છે.