1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કરોડોના રોકાણને લઈને કુલ 135 MOU
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કરોડોના રોકાણને લઈને કુલ 135 MOU

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કરોડોના રોકાણને લઈને કુલ 135 MOU

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે. તે પૂર્વે દર સોમવારે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકામ માટે એમઓયુ કરવામાં આવે છે. દરમિયાન આજે વધુ 30 જેટલા એમઓયુ થયા હતા. આમ કુલ 135 એમ.ઓ.યુ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ હૈદર તેમજ વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના-સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તા. 10થી 12 જાન્યુઆરી સુધી યોજાશે. વાયબ્રન્ટ સમિટની આગામી 10 મી એડિશનના પૂર્વાધરૂપે રાજ્યનો ઉદ્યોગ વિભાગએ દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ સોમવારે 39 MoU સંપન્ન થયા હતા. શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MoU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.

આ સૂચિત રોકાણો માટેના જે 39 એમ.ઓ.યુ થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સિક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MoU થયા હતા. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત, રાજ્યની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MoU થયા હતા.

આ ઉપરાંત, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MoU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MoU થયા હતા. અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના MoU પણ આ ૬ઠ્ઠી કડીમાં સંપન્ન થયા હતા.

આ સ્ટ્રેટેજિક MoU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MoU પણ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code