મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 14.37 કરોડ સક્રિય લાભાર્થી: ગિરિરાજ સિંહ
- ગત વર્ષની સંખ્યામાં લાભાર્થીઓ અને દિવસોમાં વધારો
- નવેમ્બરમાં 221.60 કરોડ વ્યક્તિ/દિવસનું નિર્માણ
- રોજગારીની તકો ઉભા કરવા સરકારના પગલા
નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ દેશમાં કુલ 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે, અને ગયા વર્ષની સરખામણીમાં યોજના હેઠળ વ્યક્તિ-દિવસોની સંખ્યામાં વધારો થયો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મહાત્મા ગાંધી નરેગા એક માંગ આધારિત યોજના છે. તેમણે કહ્યું કે, 30 નવેમ્બર, 2023 સુધીમાં કુલ 221.60 કરોડ વ્યક્તિ-દિવસનું નિર્માણ થયું છે જે છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન જનરેટ થયેલા વ્યક્તિ-દિવસો કરતાં વધુ છે, જે 208.74 કરોડ વ્યક્તિ-દિવસ છે.
ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કામ કરનાર લાભાર્થીને સક્રિય લાભાર્થી કહેવામાં આવે છે. જો ગ્રામીણ વિસ્તારના પરિવારના પુખ્ત સભ્ય છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કામની માંગણી ન કરે તો તે સભ્ય સક્રિય લાભાર્થીઓની યાદીમાં રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ગરીબોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ખેડૂતો પણ આર્થિક રીતે વધારે સદ્ધર બને તે માટે વિવિધ સહાય પુરી પાડવામાં આવી રહી છે. નરેગા હેઠળ ગ્રામિણ વિસ્તારમાં લોકોને પુરતી રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ લાભાર્થીઓને પુરતો આર્થિક લાભ મળી રહે તેનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.