Site icon Revoi.in

‘ગંગાસ્વરૂપા આર્થિક યોજના’ અંતર્ગત મહેસાણાની 56 હજારથી વધુ  મહિલાઓને 14.99 કરોડની સહાય

Social Share

 

અમદાવાદઃ- મહેસાણા જીલ્લામાં  દર મહિને ગંગા સ્વરુપા યોજના હેઠળ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે જેમાં 1 હજાર 250 રુપિયાની મદદ આપવામાં આવે છે, રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો હેઠળ ગંગાસ્વરૂપા આર્થિક યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા બહેનો દર મહિને 1250 રૂપિયા મળી રહ્યા છે

મહેસાણામાં પહેલા 4 હજાર 752 લાભાર્થી બહેનોને 56.71 લાખની સહાય આપવામાં આવી હતી. જોકે, આ લાભાર્થીમાં 21 વર્ષનો પુત્ર હોય તેવા બહેનોને આ યોજનાનો લાભ મળવા પાત્ર બનતો નથી

જો કે સરકારે ગંગાસ્વરૂપા આર્થિક યોજનાના નિયમોમાં ફેરફાર કરી આ વય મર્યાદા દૂર કરી પુત્ર હોવા છતાં ગંગાસ્વરૂપા બહેનોને હવે દર મહિને 1250 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યુ છે. જેથી મહેસાણા જિલ્લામાં હાલ લાભાર્થી બહેનોની સંખ્યા 56 હજાર 345 છે જેઓને આ લાભ મળ્યો છે.

આ દરેક બહેનોના બેંક ખાતામાં 14.99 કરોડ ઉપરાંતની રકમ જમા કરી ગંગાસ્વરૂપા આર્થિક યોજના હેઠળ સહાય પુરી પાડવામાં આવી છે. યોજનાનો લાભ સીમિત ન બની રહે માટે તેનો વિસ્તૃત પ્રચાર પસાર કરી ગામના વીસી પાસે નિઃશુલ્ક પણે યોજનામાં લાભપત્ર બહેનોના ઓનલાઈન ફોર્મ ભરી અરજી પણ કરવામાં આવી રહી છે

જાણો શું છે ગંગા સ્વરુપા યોજના

ઉલ્લેખનીય છે કે આ યોજના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના વતનીઓના કલ્યાણ માટે શરૂ કરી હતી, આ યોજના નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના પોર્ટલમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધવા સહાય યોજના યોજના મહિલાઓને તેમના પતિના મૃત્યુ પછી આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે અને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે હિંમત પણ આપે છે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાની રીતે ઊભી રહી શકે છે અને તેમના પરિવારને આર્થિક રીતે પણ મદદ કરી શકે છે.