- કેન્દ્રએ લીધો મહત્વનો નિર્ણય
- અફઘાનથી આવેલા તમામ લોકો માટે ક્વોરોન્ટાઈન ફરજિયાત
- 14 દિવસ માટે રહેવું પડશે ક્વોરોન્ટાઈન
દિલ્હીઃ- તાજેતારમાં એફઘાનિસ્તાનની જે સ્થિતિ છે જેને લઈને ભારત ત્યાથી પોતાના નાગરિકોના બહાર કાઢવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે હવે ત્યાથી આવચતા તમામ લોકો માટે કેન્દ્ર સરકારે ક્વોરોન્ટાઈન રહેવું જરુરી કર્યું છે. અફઘાનથી આવેલા લોકોએ 14 દિવસ સુધી ક્નોરોન્ટાઈન રહેવું પડશે
આ મામલે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપી ના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવું પડશે. કેન્દ્ર સરકારે સંસર્ગનિષેધ રાખવાનો નિર્ણય લીધો છે જેમાં અફઘાનિસ્તાનથી ભારત આવેલા 146 લોકોમાંથી ઓછામાં ઓછા બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ લોકોને સોમવારે કાબુલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદથી સરકાર ત્યાંથી લોકોને બહાર કાઢવા માટે અભિયાન ચલાવી રહી છે. યુદ્ધગ્રસ્ત દેશમાંથી એરલિફ્ટ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાત પ્રિ-બોર્ડિંગ RT-PCIr ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે ભારતે મંગળવાર સુધી 228 નાગરિકો અને 77 અફઘાન શીખો સહિત 626 લોકોને બહાર કા્યા છે અને પ્રક્રિયા ચાલુ છે.
આઈટીબીપીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા 81 લોકોની પ્રથમ બેચને ચાવલાના આઈટીબીપી કેમ્પમાં 14 દિવસ માટે ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા આઈટીબીપીના અધિકારીએ કહ્યું કે જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.