ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે IAS અધિકારીઓના બદલીઓ કરી છે. 11 અધિકારીઓની બદલીઓ સાથે 3 સિનિયર IAS અધિકારીઓને વધારાના ચાર્જ અપાયા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે IAS કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે. આ સાથે જ IAS કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે.
ગુજરાતમાં વધુ 11 IAS અધિકારીઓની બદલી કરાઈ છે. વર્તમાન અધિક ગૃહ સચિવ મુકેશ પૂરી 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે. ત્યારે નિર્વિવાદીત છબી ધરાવતાં પંકજ જોશી રાજ્યના નવા અધિક ગૃહ સચિવ બનવાની શક્યતા જોવામાં આવતી હતી. ત્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપ્યો છે. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. ઉપરાંત મુકેશ પુરીની જગ્યાએ સરકારના ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
કમલ દયાની સરકારના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ (કાર્મિક), સચિવાલય, ગાંધીનગર મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., વડોદરાના પદનો વધારાનો હવાલો સંભાળશે. આ ઉપરાંત કે.કે. નિરાલા નાણા વિભાગના સચિવનો હવાલો સંભાળશે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 18 સંયુક્ત સચિવ અને નાયબ સચિવની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુક્ત સચિવ મનીષ શાહની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગૃહ વિભાગના નાયબ સચિવ નિકુંજ જાનીની મહિલા-બાળ વિકાસ વિભાગમાં અને સમીર જોષીની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ટ્રાન્સફર કરાઈ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ અનિતા ઝુલાની ગૃહ વિભાગ (ફરિયાદ)માં બદલી કરવામાં આવી છે. તેમજ નાણા વિભાગના નાયબ સચિવ દીપલ હડિયલની સામાન્ય વહીવટ વિભાગ (ક.ગ)માં બદલી કરાઈ છે.