Site icon Revoi.in

મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ, મચ્છુ ડેમના 30 દરવાજા ખોલાયા

Social Share

મોરબીઃ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા મચ્છુનદી ગાંડી તૂર બની છે. ટંકારામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આખોયે વિસ્તાર જળબંબાકાર બન્યો છે. મચ્છું ડેમ-2ના મોટા 18 દરવાજા 15 ફૂટ, જ્યારે નાના 12 દરવાજા પાંચ ફુટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નદી તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમ છલકાતા ડેમના 30 દરવાજા ખોલવામાં આવતા નદીનું જળસ્તર વધ્યું છે. મચ્છુ નદીની જળસપાટી વધતા આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 2017 બાદ ફરી એક વખત મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. મચ્છુ નદી ગાંડીતૂર બનતા નદી તરફ જતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. મચ્છુ ડેમ બેના મોટા 18 દરવાજા 15 ફૂટ જ્યારે નાના 12 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે.

મોરબીના વાંકાનેરમાં આજે બપોર સુધીમાં ત્રણ ઈંચ, અને ટંકારામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યા બાદ આજે મંગળવારે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. આજે સવારે 6 વાગ્યાથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ચાર કલાકમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેના કારણે નદીના પટમાં યોજાયેલા મેળામાં પૂરના પાણી ફરી વળતા ચકડોળના સંચાલકોના જીવ અધ્ધર થયા હતા. હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

#MachhuRiverOverflow #MorbiRainAlert #MachhuDamRelease #FloodWarning #HeavyRainfall #RiverOverflowAlert #SaurashtraFloods #MachhuRiverDanger #Monsoon2024 #RiverBanksOnAlert #WeatherUpdate #RoadsClosed #HeavyRainForecast #WaterRelease #MachhuOverflow