Site icon Revoi.in

દ.આફ્રિકાના જ્હોનિસબર્ગના એક બારમાં બેફામ ફાયરિંગની ઘટના – 14 લોકોના થયા મોત

Social Share

દિલ્હીઃ- વિશઅવભરમાં ઘણા દેશઓમાં ગોળીબારની ઘટનાઓ જદાણે સામાન્ય થતી જોવા મળી રહી છે જેમાંનો એક દેશ અમેરિકા છે તો બીજો દેશ છે દક્ષિણ આફ્રીકા, દ.આફ્રિકામાં ઘણી વખત બેફામ ગોળીબાર થવાની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે ફરી વિતેલી રાતે આવી જ એક ઘટના અહીના બારમાં બની હતી.

દક્ષિણ આફ્રિકામાં એક બારમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકો મોતના એહવાલ મળી રહ્યા છે. હુમલાખોરો અડધીરાતે જોહાનિસબર્ગના સોવેટોમાં એક બારમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. ગોળીબાર કર્યા બાદ બંદૂકધારીઓ સફેદ ટોયોટા ક્વોન્ટમ મિનિબસમાં ફરાર થઈ ગયા હતા. 

આ ઘટનામાં મળતી માહિતી મુજબ, 10 અન્ય લોકો ઘાયલ થયા છે અને ત્રણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઘાયલોમાં કિશોરોનો પણ સમાવેશ થાય છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

ધ સનના સમાચાર પ્રમાણે, ગૌતેંગ પોલીસ કમિશનર ઇલિયાસ માવેલાએ રવિવારે સવારે આ મિહીત આપી અને કહ્યું, ‘પ્રારંભિક તપાસમાં માલુમ પડે છે કે લોકો બારમાં મસ્તી કરી રહ્યા હતા. હુમલાખોરો અંદર આવ્યા અને તેમના પર આડેધડ ગોળીબાર કરવા લાગ્યા. તપાસકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

માવેલાએ જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક વધુ વ્યક્તિએ હોસ્પિટલ પહોંચતા જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 14મા વ્યક્તિનું પણ દાખલ થયા બાદ મૃત્યુ થયું હતું.