Site icon Revoi.in

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે,નામિબિયા સરકાર સાથે કર્યો કરાર

Social Share

દિલ્હી:ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 12 થી 14 ચિતા ભારતમાં લાવવામાં આવશે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ માટે ભારત સરકારે નામિબિયા સરકાર સાથે કરાર પણ કર્યો છે.

તાજેતરમાં, નામિબિયામાંથી આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.તેમાં 5 માદાઓ અને 3 નરનો સમાવેશ થાય છે. કુનોમાં સારી રીતે સ્થાયી થયા પછી, ચિત્તાઓએ પણ ત્યાં શિકાર કરવાનું શરૂ કર્યું છે.

સંસદમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,પ્રોજેક્ટ ટાઈગર હેઠળ, ચિત્તાઓને ભારત લાવવા માટે 38.7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.આ પ્રોજેક્ટ 2021/22 થી શરૂ થઈને  2025/26 સુધી ચાલશે.