- હરીયાણામાં 14 વર્ષના બાળકે મસ્તી મલ્તીમાં 18 લાખ કમાયા
- ઈન્ટરનેટના માધ્યમથી 4 મહિનામાં 18 લાખની કમાણી કરી
દિલ્હીઃ- આજકાલના બાળકો સતત ઈન્ટરનેટની લતમાં સપડાયા છે, સવારે ઉઠતાની સાથે જ ફોન લઈને બેસવું કે રાત પડે ત્યા સુધી સતત ફોનમાં ગેમ રમવી જેવું કામ કરતા હોય છે ત, જો કે કેટલીક વેબસાઈટ એવી પણ છે જે બાળકોને પૈસા કમાવાની તક પમ આપે છે, અને કેટલાક બાળકો ઈન્ટરનેટનો સદઉપયોગ કરીને આ તક સાપડી લે છે.
વાત કરીએ હરિયાણાના એક 14 વર્ષના બાળકની કે જેણે ઈન્ટરનેટની મદદથી માત્રે 4 મહિનામાં 18 લાખ રુપિયાની આવક મેલી છે, આ ઉમંરે જ્યારે અન્ય બાળકો ગેમ રમતા હોય છે ત્યારે આ શુભમ નામના બાળકે 18 લાખ કમાયા છે..
ઈન્ટરનેટના માધ્યમથી પૈસા કમાવા માટે લોકો અનેક રસ્તાો શોધે છે એજ રીતે શૂભમે શોધ કરી કે કઈ રીતે આ માધ્ય.મથી કરોડ રુપિયા કમાઈ શકાય. પૈસા કમાવાની એક રીતે છેવટે શૂભમને ગમી.
મળતી માહિતચી પ્રમાણે શુભમને 1 વર્ષમાં એક કરોડ રૂપિયાની કમાણી કરવા બાબતની પોસ્ટ મળી હતી, જેમાં તેને એક કંપની દ્વારા ખૂબ જ શાનદાર ઓફર જોઈ,આ કંપની ખરેખર ‘OAHOE’ હતી જે એક ઈ-કોમર્સ કંપની તરીકે જાણીતી છે. કંપનીમાં કામ કરીને, તમે તેમના ઉત્પાદનો અન્યને વેચીને ઘણો નફો કમાઈ શકો છો.આજ રસ્તો અપનાવ્યો 14 વર્ષના શુભમે.
સૌ પ્રથમ શૂભમને આ વાત પર જરાય વિશ્વાસ નહોતો, ેટલે તેણે વિચાર્યું કે જો હું મહિનામાં 2-4 બહજાર પણ કમાણી કરું તો કંઈ ખોટૂ નથી,ત્યાર બાદ પહેલા તેની માતા માટે ખરીદી કરાવી અને પછી મિત્રોને ખરદી કરવા માટે પ્રોત્સાહન આપ્યું,પછી તેને વેબસાઈટ પર સારો અવો રિસ્પોન્સ મળવા લાગ્યો,ત્યાર બાદ સમગ્ર ઘટના પિતા સાથે શેર કરી.
જો કે પિતાએ શુભમની કોઈ વાતને ગંભીર ન લીધી, જયારે દીકરાએ જણાવ્યું કે તેણે આ વેબસાઈટથી 8700 રૂપિયા કમાણી કરી છે અને આ પૈસા તેણે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા. ત્યારે પછી પિતાએ બાળકને સાથ આપ્યો,ત્યાર બાદ પિતાએ પોતાના સગા સબંધીોને આ વેબ પરથી ખરીદી કરવા માટે જણાવ્યું, કારણ કે તેમાં કોઈ રોકાણ નહોતું.આ મામલે અજય મલિકે વધુમાં ખુલાસો કર્યો કે આ વેબસાઈટ દ્વારા દર મહિને તેમના ખાતામાં કેટલીક આવક આવતી હતી,જેના કારણે તેના ખાતામાં લગભગ 4 મહિનામાં 18 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે.