કાવેરી જળ વિવાદને લઈને આજરોજ કર્ણાટક બંઘ, શાળા-કોલેજ બંધ સહીત અહીં લાગૂ કરાઈ ઘારા 144
દિલ્હીઃ- કર્ણાટકમાં કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના મામલે વિરોઘ વકરી રહ્યો છે આ વિરોઘને લઈને આજે કર્ણાટક અડઘુ બંઘ જોવા મળી રહ્યું છે. આજ રોજ શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે.બીજી તરફકન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના એલાનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા મંગળવારે પણ બેંગલુરુ બંધ હતું અને ત્યાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અઘિકારીના જણાવ્યા પ્રમાણે કાવેરી પાણીના મુદ્દે કન્નડ તરફી સંગઠનો, ખેડૂત સંગઠનો અને અન્ય ઘણા સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધને ધ્યાનમાં રાખીને કર્ણાટકના માંડ્યા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ બેંગલુરુ પ્રશાસને આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. બેંગલુરુના ડેપ્યુટી કમિશનર કહ્યું કે આજે ઘણા સંગઠનોએ કર્ણાટક બંધનું આહ્વાન કર્યું છે, તેથી તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
અહીં સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેઓ હાઈવે, ટોલ, રેલ સેવાઓ અને એરપોર્ટને પણ બંધ કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ (સેક્યુલર)એ પણ બંધને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત હોટલ, ઓટોરિક્ષા અને કાર ચાલકોના સંગઠનોએ પણ બંધને સમર્થન આપ્યું છે. કર્ણાટક પ્રદેશ પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે તેઓ બંધને નૈતિક સમર્થન આપી રહ્યા છે.
આ સાથે જ અનેક સંગઠનોએ હડતાળનું એલાન આપ્યું હતું વાતજાણે એમ છે કે, કન્નડનું સર્વોચ્ચ સંગઠન કન્નડ ઓક્કુટા અને કર્ણાટક રક્ષા વેદિકે, કન્નડ ચલાવલી સહિત ખેડૂત સંગઠનોએ સવારથી સાંજ સુધી સમગ્ર રાજ્યમાં બંધનું આહ્વાન કર્યું છે. બંધના આયોજકોએ જણાવ્યું હતું કે શહેરના ટાઉન હોલથી ફ્રીડમ પાર્ક સુધી એક વિશાળ સરઘસ કાઢવામાં આવશે, જેમાં તમામ વર્ગના લોકો ભાગ લે તેવી શક્યતા છે.