Site icon Revoi.in

લઘુમતીઓને મળતી શિષ્યવૃત્તિમાં 145 કરોડનું કૌભાંડ, આ મામલે હવે સીબીઆઈ તપાસ શરુ કરાશે

Social Share

દિલ્હીઃ- દેશભરની તપાસ એજન્સીઓ અનેક કૌભાંડ મામલે કાર્યવાહી કરી રહી છએ ત્યારે હવે વઘુ એક કૌંભાડ સામે આવ્યું જે લઘુમતિઓની શિષ્યવૃત્તિને લઈને છે જેમાં કોડોરોનો ગોટાળો સામે આવ્યો છે જેને જોતા હવે આ કેસમાં સીબીઆઈને સામેલ કરવાની જરુર પડી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. દેશના 34 રાજ્યોના 100 જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસમાં ઘણા રાજ્યોમાં નકલી લાભાર્થીઓ, કાગળની સંસ્થાઓ અને ઉપનામવાળા બેંક ખાતાઓ ઓનો ખુલાસો થતા આ મા લે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગહત પ્રમાણે 1 હજાર 572 સંસ્થાઓમાંથી 830 એટલે કે 53 ટકા માત્ર કાગળ પર જ ચાલતી જોવા મળી હતી. માત્ર પાંચ વર્ષમાં આ સંસ્થાઓએ  144.83 કરોડ રુપિયા નું કૌભાંડ આચર્યું હતું. આ ખુલાસા બાદ લઘુમતી બાબતોના મંત્રાલયે કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને સોંપી દીધી છે.

સીબીઆઈને મોકલવામાં આવેલા પત્ર મુજબ, આ બનાવટી માત્ર નાણાકીય લાભ મેળવવાની બાબત નથી, પરંતુ શિષ્યવૃત્તિના દુરુપયોગને કારણે સુરક્ષા જોખમ પણ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નકલી બેંક એકાઉન્ટ બનાવીને અસ્તિત્વમાં ન હોય તેવા વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવી હતી. એટલું જ નહીં, આ નકલી નામો અને નકલી હોસ્ટેલના કેવાયસીના બદલામાં પૈસા પણ લેવામાં આવ્યા હતા.

આ સહીત દેશમાં લગભગ 1.80 લાખ લઘુમતી સંસ્થાઓ છે. તેમાંથી 1.75 લાખ મદરેસા છે, જેમાંથી માત્ર 27,000 મદરેસા જ નોંધાયેલા છે અને શિષ્યવૃત્તિ માટે પાત્ર છે. યોજના હેઠળ, લઘુમતી વિદ્યાર્થીઓને ધોરણ 1 થી ઉચ્ચ શિક્ષણ મેળવતા શિષ્યવૃત્તિનો લાભ મળે છે. આ યોજના 2007-08માં શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયનું માનવું છે કે ત્યારથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ રૂ. 22,000 કરોડ બહાર પાડવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી વાર્ષિક રૂ. 2,239 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.