Site icon Revoi.in

BSEમાં સપ્તાહના પ્રથમ દિવસે 1456 પોઈન્ટનો કડાકોઃ રોકાણકારોના રૂ. 6.5 લાખ કરોડનું ધોવાણ

Social Share

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં વેચવાલીને કારણે અનેક શેરોનું ધોવાણ થયું છે. દરમિયાન આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો હતો. સવારે બીએસઈ 1100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. અંતે 1456 પોઈન્ટ ઘડીને 52846ના સ્તરે અને નીફ્ટી 427 પોઈટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ રહ્યું હતું. આમ શેરબજાર 11 મહિનાની નીચે સપાટીએ બંધ રહ્યું છે. આજના ઘટાડાથી રોકાણકારોના રૂ. 6.5 લાખ કરોડ ધોવાઈ ગયા હતા.

માર્કેટમાં આવેલા ઘટાડા અંગે જાણકારોએ જણાવ્યું હતું કે, અમેરિકામાં રેકોર્ડ ફુગાવાના આંકડા સામે આવ્યા બાદ માર્કેટમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરને લઈને બેઠક કરવા જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે વ્યાજ દરમાં પોઈન્ટ 50 બેસિસનો વધારો કરવામાં આવશે. 10-વર્ષના યુએસ બોન્ડની ઉપજ 3.15 ટકાને સ્પર્શી ગઈ છે અને આ વર્ષના અંત સુધીમાં તે 4 ટકા સુધી પહોંચવાની ધારણા છે. આજે મે મહિનાના છૂટક ફુગાવાના આંકડા પણ આવવાના છે. બજાર પર હાલ તો મંદીનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ હવે રાહ જોવી જોઈએ. નિફ્ટી માટે 15793નું સ્તર મહત્ત્વનું હતું, જેને બજારે આજે તોડી નાખ્યું છે. આજે શેરબજારમાં તમામ સેક્ટરની કંપનીઓના શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં હતા.

યુરોપિયન યુનિયનના 19 સભ્ય દેશોમાં મે મહિનામાં ફુગાવાનો દર રેકોર્ડ 8.1 ટકા રહ્યો હતો. ગયા અઠવાડિયે 19 દેશોનું પ્રતિનિધિત્વ કરતી યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ વ્યાજ દર વધારવાની વાત કરી હતી. રિઝર્વ બેંકે ફુગાવાના અનુમાનમાં 1 ટકાનો વધારો કરીને 6.7 ટકા કર્યો છે.